સમરસતા..


મારા મનમાં ક્યારેક પ્રશ્ન ઉઠે છે કે કોઈ અભણ છે, ભૂખ્યો છે, રોગી છે તો એને માટે કેમ યોજના બનાવવી પડે છે? આજુ બાજુ ના લોકો કેમ મદદે આવતા નથી? આનો અર્થ એ થાય છે કે આપણા હૃદયમાં પાડોશીઓ માટે કોઈ પ્રેમ, સહાનુભુતિ કે આત્મીયતા નથી…પાડોશીને કઈ થાય તો ચિંતા થતી નથી.

એકવાર કેટલાક દિવસો માટે હું મુંબઈ હતો. હું જે મકાનમાં રહેતો હતો,એનો પ્રત્યેક ઓરડો એક-બીજા સાથે સંકળાયેલ હતો.પ્રત્યેક ઓરડા માં અલગ-અલગ પરિવાર રહેતું હતું.સૌને અવર-જવર માટે એક ઓસરી હતી. હું જે ઓરડામાં રહેતો હતો એનાથી બે ઓરડા છોડી એક તરુણ દંપતી રહેતું હતું.

પતિ કામધંધે જાય ત્યારે એની પત્ની ઘરકામ માટે ઓસરીમાં આંટા-ફેરા કરતી હતી.

હું મારા ઓરડામાં તો કેવળ સ્નાન-ભોજન માટે જ આવતો હતો.

એક દિવસ સવારે સ્નાન માટે આવ્યો તો મને એ યુવતી જોવા મળી નહિ. એનો ઓરડો બંધ હતો.

મેં ઘર માલિકને પૂછ્યું,”આ લોકો બહારગામ ગયા નથી ને? દરવાજાને તાળું માર્યું નથી..બારણું અંદરથી જ બંધ લાગે છે.”

માલિક કહે-“ખબર નથી-શું છે?”

મેં કહ્યું,”ખબર નથી તો ખબર કરો.સાડા આઠ  વાગવા આવ્યા છે. બારણાં ઉઘાડ્યા નથી. એમને દૂધ, શાક વગેરે લેવા માટે તો બહાર આવવું પડે ને? બહાર કેમ દેખાતા નથી?”

માલિક કહે,”તમે આ ઝંઝટ માં શા માટે પડો છો? એ જાણે અને એમનું કામ જાણે.”

મેં કહ્યું,”અરે, આને ઝંઝટ ઓછી કહેવાય? પાડોશીના નાતે આ તો સ્વાભાવિક ફરજ છે.”

માલિક-“અહી મુંબઈ ના જીવન-ધોરણ અનુસાર પાડોશીના ઘરમાં આવી દખલ કરવાની  છૂટ નથી.”

“તો તમે અહી જ બેસો. “-મેં કહ્યું.”હું તો તપાસ કરવા જાઉં છું.”

માલિક કહે “એમ કરવું ઠીક નહિ કહેવાય.”

મેં કહ્યું,”એ વધુ માં વધુ શું કરી લેશે? હું ગોંડવન (નાગપુર ગોંડ રાજાની રાજધાની હતી. ગોંડ વનવાસી જાતિ છે.) થી આવ્યો છું. મને જંગલી કહેશે એટલું જ ને? મને મંજુર છે.”

મેં ધીમે થી બારણું ખખડાવ્યું. કોઈ જવાબ ના મળ્યો. ધીમે રહીને બારણું ખોલ્યું તો અત્યંત કરુણા ઉપજાવે એવું ચિત્ર હતું. પેલો યુવક કેટલાયે દિવસથી બીમાર હતો.
એ રાતે એનો દેહાંત થઇ ગયો. પેલી યુવતી બેઠી-બેઠી રડતી હતી.

પાછો ફરી મારા ઓરડામાં આવ્યો અને માલિકને કહ્યું,”તમને શરમ આવવી જોઈએ. જાઓ, એની સંભાળ લો..પાડોશીઓને બોલાવો.”..પણ કોઈ આવવા તૈયાર થયું નહિ.

મારે જ જઈને પૂછ-પરછ કરવી પડી કે અહી એના કોણ-કોણ છે?…એનું પિયર ક્યાં છે? ત્યાં એનું કોણ-કોણ છે? માહિતી મેળવી મેં ફોન કરાવ્યા…એ લોકો આવ્યા બાદ હું મારા કામે લાગી ગયો.

આપણી દશા આવી છે. પાડોશી પ્રત્યે આત્મીયતા નહિ એને આપણે જીવનનું ઉચ્ચતમ સ્તર માનીએ છીએ. આપણે સ્થિતિ બદલવી પડશે.

પરસ્પર આત્મીયતા નિર્માણ કરવી એ સમાજની સૌથી મોટી સેવા છે. એક-બીજા માટે સ્નેહ, આત્મીયતા હશે તો જ એકના દુખની પીડા બીજાના હૃદયમાં જાગશે..

Shared by: Anita Rathod- sarvaani_jsr@yahoo.com

Taken From: Nagrik Samanvay, Monthly Magazine of Nagrik Sahakari Bank, Rajkot Branch


Like it? Share with your friends!

3
3 comments
Anita Rathod
Anita Rathod is a contributor in BuddyBits. She shares stories and articles in Art & Literature. She likes non technical reading and drawing.

Comments 3

Your email address will not be published. Required fields are marked *

સમરસતા..

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in