ભાઈ-બહેન


નિશા નું રુદન સાંભળતા જ તેના પિતાજી સુરેશચંદ્રે પૂછ્યું :‘શું થયું તને? કોણે તને હેરાન કરી?’

‘પિતાજી, દિનેશે મારા હાથ માંથી ચોપડી ઝૂંટવી લીધી. મેં પાછી લેવા ચોપડી ખેંચી તો એણે મને.. એણે મને માર્યું.. તમે એને તો કાંઈ કહેતા નથી. કાલેય મને ખીજવતો’ તો.’

અને સુરેશચંદ્ર ઊંચા અવાજે બોલ્યા : ‘ક્યાં ગયો દિનેશ? આજે તો તારી ખબર લેવી પડશે. નાની બહેનને હેરાન કરતા શરમ નથી આવતી? મોટો ભાઈ થઈને સમજતો નથી? શું કામ તેં એને માર્યું?’

‘પણ મારેય આ ચોપડી વાંચવી છે.’ દિનેશે કહ્યું.

‘પણ હમણાં તો તું બીજું કંઈક વાંચતો’તો. બહાનાં કાઢીને હાથ ઉગામતાં ક્યાંથી શીખી ગયો? આજે તને જમવાનું નહિ મળે અને જો હવે આવાં તોફાન કરીશ તો માર્યા વિના નહિ મૂકું.’ સુરેશચંદ્રે પુત્રને ધમકાવ્યો.

નિશાએ અંગૂઠો બતાવીને કહ્યું : ‘લે, લેતો જા, લેતો જા લાડવો’ ને પછી તાળી પાડીને હસવા લાગી. અને જમવાનો સમય થયો.

સુરેશચંદ્રે નિશાને બોલાવી, પણ એ ક્યાંય દેખાઈ નહિ. તેને શોધવા એ ઉપરના ઓરડે ગયા. ત્યાં અચાનક કંઈક ધીમો ધીમો અવાજ સંભળાયો. ડોકિયું કરતાં જોયું તો નિશાની ભરેલી થાળી ત્યાં પડેલી હતી. તે તો જમતી જ હતી પણ દિનેશને પણ જમાડતી હતી. બંને ના ચહેરા પર લાગણી અને પ્રેમના ભાવ ચિતરાયેલા હતા. ને નિશા કહેતી હતી, ‘જલદી જલદી જમી લે, નહિતર પિતાજીને ખબર પડી જશે.’

અને સુરેશચંદ્ર આંખનો ખૂણો લૂછતાં હર્ષભેર જમવા બેઠા!!

Anita Rathod
Art & Literature, BuddyBits.com


Like it? Share with your friends!

Anita Rathod
Anita Rathod is a contributor in BuddyBits. She shares stories and articles in Art & Literature. She likes non technical reading and drawing.

Comments 0

Your email address will not be published. Required fields are marked *

ભાઈ-બહેન

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in