મન


‘કહું છું સાંભળે છે? યશોધને એના ભાઈબંધ હારે ચિઠ્ઠી મોકલાવી છે. લખ્યુંછે કે ‘કાલે સવારે આવું છું. જમવામાં મારી ભાવતી વાનગી..’ પતિ સુબોધરાય વાત પૂરી કરી રહે એ પહેલાં તો ઘીની ડબરી લઈને પત્ની રમાગૌરી ઝટ ભૂપત બારી પાસે દોડી ગયાં. જાણે ડબરી લઈને જતી શબરી.

‘ભૂપત દીકરા, આખી ડબરી છલોછલ ભરી દે. પાંચ રૂપિયા વધુ લઈ લેજે, પણ ઘી ચોખ્ખું આપ જે હોં.’

રમાગૌરી હોંશભેર યશોધનને પ્રિય ચૂરમાલાડુ બનાવવા બેસી ગયાં. એનું વહાલતો સૌ પર વરસતું, પણ યશોધન એનો લાડકો ભાણેજ હતો. તેના પ્રત્યે પહેલેથી જ પક્ષપાત ધરાવતાં રમાગૌરીને મન તો ખાસ્સો મોટો થઈ ગયેલો યશોધન હજુયે ‘નાનકડો યશુ’ જ હતો. સુબોધરાય ઘણીવાર પોતાને ભાવતું ભોજન બનાવી દેવાની માંગણી કરતા ત્યારે મોંઘવારી કે અશક્તિ જેવું કોઈને કોઈ બહાનું ધરી રમાગૌરી મોટે ભાગે તેમની ઈચ્છા પર પૂર્ણ વિરામ મૂકી દેતાં. ક્યારેક બનાવી પણ દેતાં. પતિ પ્રત્યેના પ્રેમમાં ઓટ આવી હતી એવુંયે નહોતું. પણ એ એવું વિચારીને ટાળતાં કે આપણેતો હવે ખાઈ-પી ઊતર્યા. ઉંમર થઈ. હવે ખાવાના અભરખા ન રખાય, ખવરાવવાના રખાય.

પરંતુ આજે તો સુબોધરાય આનંદમાં મસ્ત હતા. આ આનંદ યશોધનના આવવાનો વધુ હતો કે તેના આવવાથી ચૂરમાલાડુ પ્રાપ્ત થશે એનો, એ નક્કી કરવું મુશ્કેલ હતું. ચોખ્ખા ઘીથી લથબથ લાડુ તૈયાર થઈ ગયા. જમવાનો સમય થઈ ગયો તો યયશોધન હજુ આવ્યો નહિ. બહુ રાહ જોયા પછી કંઈક ખોટું થયાની લાગણી સાથે સુબોધરાય એકલા જમવા બેઠા, ત્યાંજ ઘરની સાંકળ ખખડી. યશોધન આવી ગયો હતો.

‘માસી માસી, કાંઈજ નક્કી નહોતું. ઓચિંતુ જ કામ આવી ચડ્યું ને આવી ચડ્યો. અરે આ શું? ચૂરમાનાલાડુ!! શુંવાતછે? કેવો યોગાનુ યોગ માસી!!!’

‘હવે નાટક મૂકને બેસ જલદી જમવા. તારી ચિઠ્ઠી અમને મળી ગઈ હતી, સમજ્યો?’ ને યશોધન ચમક્યો. ‘માસી, હું ખરું કહું છું. મનેય ખબર નહોતી કે મારે આવવાનું થશે. સાવ ઓચિંતું જ. મેં કાંઈ ચિઠ્ઠી બિઠ્ઠી નથી મોકલી. તમારા સમ બસ?!!’

રમા ગૌરી થોડી વાર યશુ સામે જોઈ રહ્યાંને પછી એક ‘વેધક’ નજર તેમણે સુબોધરાય તરફ કરી. ને અચાનક આવી ચડેલા યશોધનને લીધે પહેલેથી જ સ્તબ્ધ એવા સુબોધરાયની ચુંજોઈ ગયા, ને પછી સૌ ખડખડાટ હસી પડ્યાં.

Anita Rathod
Art & Literature, BuddyBits.com


Like it? Share with your friends!

Anita Rathod
Anita Rathod is a contributor in BuddyBits. She shares stories and articles in Art & Literature. She likes non technical reading and drawing.

Comments 0

Your email address will not be published. Required fields are marked *

મન

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in