એની ખબર ના પડી?

સાદા સરળ જીવન માં
થઈ ગયો ક્યારે પ્રેમ
એની ખબર ના પડી?

આંખથી, વાતથી કે
દિલથી થઈ શરુઆત
એની ખબર ના પડી?

નજર નજરથી મળી
કે નજર થી નજર ચુરાવી ત્યારે
એની ખબર ના પડી?

પામવા પિયુને નશીબ હતુ સાથે કે
પામતા નસીબે આપ્યો સાથ
એની ખબર ના પડી?

વિતાવતા સંગ સંગની પળો સમય થતો ટૂકો
કે સમય પડતો ટૂંકો
એની ખબર ના પડી?

‘પિયુ’ માટે સર્જાયા તમે
કે તમારા માટે સર્જાઈ  પિયુ
એની ખબર…

Written by: Priyesh Santoki

LEAVE A REPLY