Gujarati Story: બધું જ યંત્રવત


એક નાનકડું ગામ. ગામમાં એક જ સ્કૂલ હતી. શાળાના ઘરડા થઈ ગયેલા શિક્ષક પ્રાચીન સાહિત્યનો વિષય શિખવાડતા હતા. આજે એ રામાયણ ભણાવતા હતા. વર્ષોથી એ રામાયણ ભણાવતા આવ્યા હતા. તુલસીદાસની ચોપાઈઓ મોઢે હતી. ચોપાઈમાં જોવાની જરૂર નહોતી. પહેલાં ચોપાઈ બોલે અને પછી એને ગદ્યમાં સમજાવે.

કોઈ વિદ્યાર્થીનું શિક્ષક પર ધ્યાન નહોતું. શાનું હોય ? ઉત્તરપ્રદેશમાં રામનો મહિમા ભારે. બાળપણથી રામકથા સાંભળતા આવ્યા હતા. દાદા-દાદીએ કથા કહી હતી. કથા કરવા આવતા મહારાજે એ કથા સંભળાવેલી, રામાયણની ફિલ્મ જોયેલી, ટીવી પર રામાયણની સિરિયલ અનેક વાર આવી ગઈ હતી. ફરી ફરી રામકથા સાંભળવામાં વિદ્યાર્થીઓને રસ નહોતો. કોઈનું ધ્યાન શિક્ષક પર નહોતું. કેટલાક ઊંઘતા હતા, કેટલાક ઝોકે ચડ્યા હતા, કેટલાક બારી બહાર ઢોર, પક્ષીઓ અને વૃક્ષો જોતાં હતાં. અને કેટલાક અંદરોઅંદર વાતો કરતા હતા. શિક્ષક પણ બેધ્યાનપણે બોલ્યે જતા હતા. પોતે શું બોલે છે તેનું પોપટને જેમ ધ્યાન કે ભાન હોતું નથી તેમ શિક્ષક કંઠસ્થ થઈ ગયેલી ચોપાઈઓ અને કથા રટ્યે જતા હતા. ઊંઘમાં કે ટેપ કરેલી રેકર્ડની હોય તેમ ગબડાવ્યે જતા હતા.

એવામાં શાળામાં સરકારી ઈન્સ્પેક્ટર (નિરીક્ષક) ‘સરપ્રાઈઝ ઈન્સ્પેકશન’ (ઓચિંતા નિરીક્ષણ) માટે આવી ચડ્યા. બધા સફાળા જાગ્રત થઈ ગયા. ઈન્સ્પેક્ટરે શિક્ષક સાથે થોડી વાતચીત કરી. પછી શિક્ષણ અને વિદ્યાર્થીઓની આવડત જાણવા સવાલ પૂછ્યો, ‘શિવનું ધનુષ્ય કોણે તોડ્યું ?’
એક વિદ્યાર્થી ડરતાં ડરતાં ઊભો થયો, ‘તમારા કહ્યા વગર ઊભા થવા માટે માફ કરજો સાહેબ, પણ મેં ધનુષ્ય તોડ્યું નથી. શાળામાં ગમે ત્યારે કંઈ તૂટે-ફૂટે તો મારું જ નામ આવે છે, તેથી ઊભો થયો છું. હું પંદર દિવસથી શાળામાં ગેરહાજર હતો, કારણ કે માંદો હતો. મેં ધનુષ્ય તોડ્યું નથી.’ નિરીક્ષકે આશ્ચર્યથી શિક્ષક સામે જોયું. બારણા પાછળથી શિક્ષકે સોટી કાઢી, કહ્યું, ‘હમણાં બે સોટી પડશે ને એટલે કબૂલ કરશે. શાળામાં બધી જ તોડફોડ સાલો એ જ કરે છે.’ નિરીક્ષકને વધારે અચંબો થયો. એ હેડમાસ્તર પાસે ગયા. બધી વાત કરી. હેડમાસ્તરે કહ્યું : ‘હવે મેલોને વાત. વિદ્યાર્થીને દંડ કરી નવું ધનુષ્ય લાવીશું. ગ્રાન્ટમાંથી પૈસા નહીં વાપરીએ. બોલો શું લેશો ચા કે કૉફી ? નાસ્તામાં શું ચાલશે ?’ નિરીક્ષકે લમણે હાથ દીધો.

આપણું શિક્ષણ આમ યંત્રવત ચાલી રહ્યું છે. શિક્ષક યંત્રવત ભણાવે છે, છોકરાઓ યંત્રવત સમજ્યા વગર સાંભળે છે, વહીવટ યંત્રવત ચાલે છે. આવા શિક્ષણમાં પ્રાણ ક્યાંથી આવે?

Akbari Hardi M.

Source: ReadGujarati.com


Like it? Share with your friends!

What's Your Reaction?
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute
Damn Damn
0
Damn
Dislike Dislike
0
Dislike
Lol Lol
0
Lol
Like Like
0
Like
Love Love
0
Love
Win Win
0
Win
WTF WTF
0
WTF
Akbari Hardi

Akbari Hardi M.is currently pursuing her Engineering from V.V.P. Engineering College, Rajkot. She is interested in literature as it helps her to relax and maintain her moral. "I am also interested in sports which keeps me fit." says Hardi.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

log in

Don't have an account?
sign up

reset password

Back to
log in

sign up

Captcha!
Back to
log in